જૂનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ
આજરોજ તારીખ-૩૧-૧૨-૨૨ ના રોજ એવરાશાઇન એકેડેમી માં આનંદમેળો યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ભારતીય અને અન્ય અવનવી વાનગીઓનો જેવી કે ઢોકળા, પાવભાજી, મંચુરિયન, ચાઈનીઝ ભેળ, રજવાડી પાણીપુરી, દહીં ચેવડો, ગપગોટા, પુલાવ, અમેરિકન કોર્ન, લાઈવ કઠોળ, મોમોઝ, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, લચ્છી, મસાલા છાશ, દિલ્હી ચાટ, કટલેસ, આયુર્વેદિક કાવો, જેવી વાનગીઓ ના સ્ટોલ દ્વારા ચાર થી પાંચ હજાર નો વેપાર કરેલો. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મોહનભાઈ પાનસુરીયા અને મુખ્ય અતિથિ શ્રી સુખરામ બાપુ (મહંત ખાખી મઢી) એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના હસ્તક રીબીન કાપી કાર્યક્રમની શરૂઆત કરાવી તથા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત કર્યા હતા.


