લીલીયા મહાલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે આજરોજ તારીખ 22/2/2023 સવારના 10:30 થી 3 કલાક સુધી શાળાની વિદ્યાર્થીની બહેનોના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં રાખી સંચાલક મંડળના મગનભાઈ વિરાણી ની અધ્યક્ષતામાં આનંદ મેળા નું આયોજન કરવામાં આવેલ આ તકે સૌપ્રથમ આનંદમેળાના ઉદ્ઘાટક મગનભાઈ વિરાણીના હસ્તે રીબીન કાપી મેળાને ખુલ્લો મુકવામાં આવે ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ શાળાના આચાર્ય રંજનબેન રાદડિયા એ ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સન્માન કરેલ ત્યારબાદ ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીની બહેનો દ્વારા વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ના સ્ટોલ બનાવેલ જેની આમંત્રિત મહેમાનો અને વિવિધ શાળાના વિદ્યાર્થીનીઓએ મુલાકાત લઈ પાણીપુરી ભેળ પફ દહીવડા સહિત ની ચીજ વસ્તુઓનો સ્વાદ માણ્યો હતો આ તકે શાળાના વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહિત કરેલ હતી આ તકે શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી માવજીભાઈ લહેરી મનસુખભાઈ ચોપડા ધીરુભાઈ ઉમરેઠિયા સહિતના ધીરુભાઈ રામાણી ગોકળભાઈ ગજેરા મનોજભાઈ જોશી આચાર્ય સુનિલભાઈ ગોયાણી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ સ્કૂલના આચાર્ય રંજનબેન રાદડિયા ના માર્ગદર્શન તળે યોજવામાં આવેલ જેમાં કિરણબેન ગીતાબેન રુચિતાબેન ચાવડાભાઈ વિવેકભાઈ અગ્રાવત સહિતના સ્ટાફ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


