હજારો હિન્દુ-મુસ્લિમ દર્શનાથીઓ ઉમટી પડ્યા
વંથલીના શહેનશાહ અને હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતીક એવા હઝરત ભલાઈશાપીરનો ઉર્ષ સાનો સોકતથી ઉજવવામાં આવ્યો હતો. ગઈકાલ રાત્રિના દરગાહ શરીફને ગુસલ વિધિ કરવામાં આવેલ હતી. જ્યારે આજે સંદલ શરીફ નું જુલુસ વંથલીના રાજમાર્ગો પર ફરી વળ્યો હતો. આજે ઉર્ષ નિમિત્તે હજારો હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દરગાહ શરીફના દિદાર કરી ન્યાઝ નો લાભ લીધેલ હતો.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


