હર હર મહાદેવના નાદથી ગંગનાથ મંદિર ગુંજી ઉઠ્યું
જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં આવેલ પૌરાણિક ગંગનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી મહાશિવરાત્રી નિમિત્તે મેળો ભરાતો આવે છે.ત્યારે ગઈકાલે પણ મહાશિવરાત્રી નિમિત્તે નાનો એવો મેળો ભરાયો હતો
આ તકે વંથલી શહેર માંથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ગંગનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે મહાઆરતી નો લાભ લીધો હતો.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી
