Gujarat

વડોદરામાં સિટી પોલીસનાPSIની દાદાગીરી સામે આવી, દુકાનોમાં ગ્રાહકો પર લાઠીચાર્જ કર્યો

વડોદરા
વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના ઁજીૈં ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે ૧૪ માર્ચના રોજ રાત્રે ૧૨ વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા. જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરીવારને સાથે રાખી પોલીસભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો. મદાર હોટેલના સંચાલક કુતબુદ્દીનભાઈએ જણાવ્યું છે કે, પીએસઆઈના વર્તન અંગેનો આખો મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં ન્યાય નહીં મળે તો અદાલત સમક્ષ જઈશું. આ અગાઉ લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. ઁજીૈં કે.પી. ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો અને શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ ઁજીૈંની બદલી કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *