“સ્વસ્થ મો ….સ્વસ્થ શરીર” ના સૂત્ર સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ડેન્ટલ વિભાગના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ (NOHP) અંતર્ગત 20 માર્ચ 2023 વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે 20 માર્ચ થી 20 એપ્રિલ સુધી ઓરલ હેલ્થ મંથ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ના ડેન્ટલ વિભાગ દ્વારા જિલ્લામાં નાના બાળકો અને વૃદ્ધો પોતાના દાંતનું ચેકઅપ કરાવી ઓરલ ડીસીઝથી બચી શકે અને સ્વસ્થ રહી શકે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે, ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં આંગણવાડી, શાળાઓ અને જેલ માં ખાસ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલના ડેન્ડલ વિભાગમાં નિષ્ણાંત તબીબ ડો. કેવલ મોદી દ્વારા નિયમિત દાંતની તપાસ અને સારવાર આપવામાં આવી રહી છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


