વેદોથી લઈને પૂજાની પદ્ધતિઓમાં દરેક જગ્યાએ યજ્ઞ અને હવનનું ઘણું મહત્વ બતાવ્યું છે. યજ્ઞ સનાતન સંસ્કૃતિનો ભાગ માનવામાં આવે છે. પરંતુ, તે માત્ર કોઈ ધાર્મિક કામ જ નથી, યજ્ઞ એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પણ છે. તેમાં જે ઝાડના લાકડાનું જે ઈંધણ ઉપયોગમાં લેવામાં આવે છે, તેમાં વિશેષ પ્રકારના ગુણ હોય છે. કયા પ્રયોગ માટે કયા પ્રકારની સામગ્રીઓ નાખવામાં આવે છે, તેનું પણ વિજ્ઞાન છે. એ વસ્તુઓના મિશ્રણથી એક વિશેષ ગુણ તૈયાર થાય છે, જે બળે છે ત્યારે વાયુમંડળમાં એક વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદ મંત્રોના ઉચ્ચારણની શક્તિથી તેનો પ્રભાવ વધારે વધી જાય છે. પડધરી તાલુકાના મોટા રામપર ગામે આવેલ ભોજાણી પરીવાર ના કુળદેવી અંબાજી માતાજી ના મંદિરે ભોજાણી પરીવાર દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર – નિખીલ ભોજાણી


