Gujarat

શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળમાં બોટાદ જિલ્લા ના એસ.પી.એન. એફ. ના સહ કન્વીનર કનુભાઈ ડી ખાચર એ મુલાકાત લીધી

શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળમાં બોટાદ જિલ્લા ના એસ.પી.એન. એફ. ના સહ કન્વીનર કનુભાઈ ડી ખાચર એ મુલાકાત લીધી હતી ગાયોની સેવા તથા વ્યવસ્થા ખૂબ સારી રીતે થઈ રહી છે તે બદલ પાળીયાદ મહાજન પાંજરાપોળના કાર્યવાહક સેવાભાવી શ્રી ભાવેશ બારભાયા તથા કનુભાઈ ધાધલ તથા નાગરદાસ ગામીનું મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લીખિત પ્રાકૃતિક કૃષિ તથા ગૌ માતાના પ્રતીક શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હાલ મા વધુ પડતા કેમિકલ ના વપરાશ થી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, જેવા જીવલેણ રોગ વધી રહ્યા છે ત્યારે  આ વિસ્તારના ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ગાય આધારિત ખેતી કરે જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે ઝેર મુક્ત ખોરાક બધાને મળી રહે સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી ઠાકર શ્રી વિહળાનાથને પ્રાર્થના કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *