Gujarat

સાંસદસભ્ય રમેશભાઈ ધડુકે વંથલી તાલુકાનો પ્રવાસ કર્યો

 સંસદસભ્ય રમેશભાઈ ધડુક દ્વારા તેમની આગવી પદ્ધતિ મુજબ આજરોજ એક જ દિવસમાં વંથલી તાલુકાના વિવિધ ૧૭ ગામોમાં જાતે લોકસંપર્ક કરીને લોકસંવાદ પ્રકારના કાર્યક્રમો ગામેગામ યોજવામાં આવ્યા, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને અન્ય આગેવાનો તેમજ તાલુકા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને સાથે રાખીને અને લગત વિભાગોની કામગીરી સમીક્ષા કરી અને પ્રજાની પડતર માગણીઓ અને પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા અને આ પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કર્યા અને જરૂરિયાતવાળા કામો માટે સ્થળ ઉપર જ પોતાના સાંસદ ફંડમાંથી લાખો રૂપિયા ફાળવણીના પ્રજાલક્ષી નિર્ણય લઈને અને પ્રજાની સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ લઈને લોકાભિમુખ, પારદર્શક અને સંવેદનશીલ સરકારનું જીવંત ઉદાહરણ પૂરું પાડેલ છે.
આ તકે પ્રજાલક્ષી સેવામાં તેમની સાથે ખભેખભો મિલાવીને જિલ્લા પંચાયત, જૂનાગઢના પ્રમુખશ્રીના પ્રતિનિધિ અને સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયાએ કાર્યક્રમોનું કુશળ સંચાલન અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. સાથોસાથ, તાલુકા પંચાયત, વંથલીના પ્રમુખશ્રી કેશુરભાઈ મૈતર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ કણસાગરા અને અરજણભાઇ દિવરાણીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિશ્રી મનોજભાઈ ઠુંમર સહિતના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને વહીવટીતંત્રના વિવિધ વિભાગો પૈકી પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના સાહેબ (હાલ TDO, વંથલી), શ્રી હિતેષ વાઘેલા સાહેબ – TDO, મામલતદાર શ્રી  જાડેજા સાહેબ, પાણી પુરવઠા વિભાગ, પંચાયત/સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત/સ્ટેટસિંચાઇ વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પીજીવીસીએલ, શાપુર/વંથલી પશુપાલન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ, સી.ડી.પી.ઓ.શ્રી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ એસ.ટી વિભાગના અધિકારીશ્રી, પોલીસ વિભાગના કર્મચારીશ્રીઓ, લગત ગામોના તલાટી-કમ-મંત્રીશ્રીઓ, ગ્રામ વિકાસનો સ્ટાફ વગેરેએ હાજર રહીને અને પ્રજાના કામોમાં મદદરૂપ થઈને કાર્યક્રમને દીપાવ્યો હતો.
આ તકે મહાનુભવશ્રીઓના વરદ્ હસ્તે સોનારડી અને ભાટિયા ગામની મનરેગા યોજનામાંથી નવનિર્મિત આંગણવાડીઓના લોકાર્પણ કરવામાં આવેલ હતા.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230422-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *