જીતુ ઉપાધ્યાય હિંમતનગર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માં રોજ બેરોજ દીપડા ના દર્શન થતા હોય છે જેના કારણે લોકો ભય ના ઓથાર નીચે જીવી રહ્યા છે જેના અનુસંધાનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના વન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે જ્યારે દીપડો દેખાય ત્યારે શું કરવું તે માટે તેમને પ્રજાને જણાવ્યું કે ત્ય તેને એકલું છોડી દો તે જતો રહેશે જાે દીપડો કુવામાં પડી ગયો હોય કે માનવ વસાહત માં આવી ગયો હોય તરત જ વન વિભાગ નો સંપર્ક કરવો હા અને સાથે સાથે દીપડા પર કોઈએ કોઈપણ પ્રકારનો લાકડીઓ પથ્થરો કે પછી હાકોટા ન પાડતા કારણકે તે કોઈપણ રીતે હુમલો કરી શકે છે રાત્રે ગાય ભેંસોને બાંધવા માટે જે સ્થળ હોય ત્યાં રાત્રે લાઇટો ચાલુ રાખવી દીપડો હોય તે વિસ્તારોમાં આંખ અને કાન બિલકુલ સાવચેત રાખવું દિપડા દેખાતા હોય એ સ્થળ ઉપર નાના બાળકોને બહાર જવા ન દેવા જે સ્થળ પર દીપડાની હાજરી દેખાતી હોય તે સ્થળ ઉપર એકલું જવું નહીં છેવાડાના ઘર કે પછી પશુઓ બાંધતા હોય ત્યાં લાઈટો ચાલુ રાખવી બિનજરૂરી જંગલ તેમજ જાડીવાળા વિસ્તારોમાં નીકળવું નહીં ખાસ તો સવારના પહોરમાં અને સાંજે આમ તો આમ તો વન વિભાગ જણાવે છે કે વન્યપ્રાણે દીપડા એ અનુસૂચિત ૧ નું પ્રાણી છે એટલે તેને મારવું વિતાડવું હેરાન કરવું ઇજાઓ પહોંચાડવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને નુકસાન કરવું જેના કારણે વન પ્રાણી સંરક્ષણ અધિક નિયમથી ૧૯૭૨ મુજબ આ પ્રકારની હરકતો કરનારના સામે બિનજામિનપત્ર ગુનો બને છે શિક્ષાની પણ તેમાં જાેગવાઈ રાખેલી છે જેમાં ઓછામાં ઓછા ત્રણથી સાત વર્ષની કેદ અને ?૧૦,૦૦૦ થી ઓછો નહિ તેવો દંડ પણ કરવામાં આવે છે જે હોય તે બંને જિલ્લામાં દિપડાઓ હરતા ફરતા જાેવા મળે છે જેને કારણે લોકો ભયમાં છે આમ તો વન વિભાગ એ બંને જિલ્લામાંથી કેટલા દિપડાઓને પકડ્યા પણ છે અને પાંજરામાં પણ પુરેલા છે આમ તો વન વિભાગના કર્મચારીઓ જ્યારે આવા હિંસક પ્રાણીઓને પકડે છે ત્યારે પોતા ના જીવ ની પણ પરવા કરતા નથી જાે કે પ્રજાએ પણ વન વિભાગ ના કર્મચારીઓને આવા સમયે સાથ અને સહકાર આપવો જાેઈએ
