Gujarat

સાવરકુંડલા શહેરમાં તારીખ ૧લી જાન્યુઆરી ૨૦૨૩ના પ્રારંભે કબીર ટેકરી આશ્રમ ખાતે મહંત શ્રી નારાયણદાસ સાહેબના જન્મદિવસની ઉજવણી  ગદ્ય સેતુ – અમરેલી આયોજિત અવસર અવતરણનો ૪૩માં જન્મદિવસ નિમિત્તે એ ઉપક્રમે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ. આ પ્રેરક પ્રસંગે વિવિધ બોધપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબના જન્મદિવસની ઉજવણી ગદ્ય સાહિત્ય સેતુ – અમરેલી આયોજિત અવસર અવતરણનો એ શિર્ષક અંતર્ગત ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રેરક જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિવિધ બોધપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. પ્રારંભમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ. આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં માનવમંદિર સાવરકુંડલા પ. પૂ. શ્રી ભક્તિરામબાપુ, કુંડલપુર હનુમાનજી મંદિર સાવરકુંડલાના પૂ. કરશનગીરી બાપુ, બજરંગદાસ બાપા ગુરૂકૂળ સાવરકુંડલાના પૂ. શ્રી ઘનશ્યામબાપુ, તથા તથા આકાશવાણી અને દુરદર્શન રાજકોટના અધિકારીગણની વિશેષ ઉપસ્થિતિમાં કબીર ટેકરી આશ્રમના વિશાળ પ્રાંગણમાં યોજાયો હતો.
આ પ્રસંગે શહેર તેમજ બહારગામથી અનેક સેવકગણની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી રહી. આમ તો સંસ્કૃતિની રક્ષા અને સંસ્કારોનું સિંચન કરતાં વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો પણ ધ્યાનાકર્ષક રહ્યાં હતાં. આ અવતરણના રૂડા પ્રસંગે કબીર ટેકરી આશ્રમ મહંત શ્રી નારાયણદાસ સાહેબનું શાલ ઓઢાડી ખૂબ જ પ્રેમભાવ, શ્રધ્ધા અને આદર સાથે સન્માન પણ કરવામાં આવેલ.
આ જન્મદિવસના મંગલ પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમનાં અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. આમ જોઈએ તો કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબ ખૂબ જ માયાળું અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને ટકાવવા માટે અવિરત પ્રયાસ કરતાં જોવા મળે છે. કબીરજીના સંદેશ અને ઉપદેશને પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારેલ હોય માનવતા અને લોકકલ્યાણના કાર્યો અવિરત કરતાં જોવા મળે છે.
માનવ ધર્મ એ જ પ્રભુસેવાનો સંદેશ પણ તેના દ્વારા અવિરત વહેતો રહે છે. આમ ગણો તો વધુ કહેશું તો પ્રશંસા લાગશે એટલે આ આશ્રમની મુલાકાત લઈને પ્રત્યક્ષ પ્રમાણની અનુભૂતિ કરવા માટે પણ એક વખત સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમની મુલાકાત લેવી. અહીં થતી ભૂખ્યાંને ભોજન ચરિતાર્થ કરતી મોબાઇલ ટિફિન સેવાની સદ પ્રવૃત્તિ પણ અનેક લોકોના જઠરાગ્નિ શાંત કરે છે. છેવાડાના માનવીનું જીવન કલ્યાણ એ જ સાચો ધર્મનો મર્મ અહીં સાંગોપાંગ ચરિતાર્થ થતો જોવા મળે છે.

IMG-20230102-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *