Gujarat

અંબાજી ગ્રામપંચાયત ના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા મામલો ગરમાયો  રેકોર્ડિંગ સામે આવતા લોકો માં રોષ

*2000 ની નોટ ના સર્ક્યુલેશન ને બંધ કરવા માટે સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો જાહેર જનતાને આપ્યો છે*
તાજેતર મા ચલની 2000 ની નોટ ના સર્ક્યુલેશન ને બંધ કરવા માટે સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો જાહેર જનતાને આપ્યો છે. જેમાં લોકો બેંકમાં પોતાની 2000 હજારની નોટ બદલાવી કે જમા કરાવી શકશે. તો સાથે સાથે 2000 ની નોટ હાલમાં તમામ જગ્યાએ માન્ય છે ત્યારે લોકો 2000 ની નોટોને બેંકમાં અને સરકારી વિભાગો સાથે સાથે પ્રાઇવેટ વિભાગોમાં પણ આપી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ગ્રામ પંચાયત માં બકાયા સરકારી રકમને ભરવા માટે અંબાજી ના ગ્રામજન પહોંચતા 2000 ની નોટ આપતા અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી 2000 ની ચલની નોટ ને ન સ્વીકારતા વાદવિવાદ સર્જાયો હતો.
આજે અંબાજી ના રહેવાસી દ્વારા ગ્રામ પંચાયતની દ્વારા સંચાલિત દૂધ વિતરણ કેન્દ્ર પર 30 થેલી દૂધ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓએ 2000ની નોટ ન સ્વીકારતા અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી ને આ બાબતે ફોન પર જાણ કરતા અંબાજી ગ્રામ પંચાયત ના સેક્રેટરીએ પણ 2000 ની ચલણી નોટને ન સ્વીકારવાનું સ્પષ્ટ ના પાડ્યું હતું. જેને લઈનેઅંબાજી ના સ્થાનિક અને ગ્રામ પંચાયતના સેક્રેટરી વચ્ચે ચલની 2000 ની નોટ ન સ્વીકારતા વાદવિવાદ સર્જાયો હતો. હાલમાં સરકાર દ્વારા 2000 ની નોટ ને બંધ કરવાનો નિર્ણય નથી લીધો માત્ર ને માત્ર 2,000 નું નોટ નું સર્ક્યુલેશન બંધ કરવામાં માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે જેમાં બેંકમાં અને સરકારી વિભાગોમાં બે હજારની નોટ માન્ય રહેશે તેવું સરકારે જાહેર કર્યું છે. તેમ છતાં અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી જે.ડી. રાવલે આજે 2000 હજારની નોટ ન સ્વીકારવા નું કેહતા સરકાર ના નિયમોને નેવે મુક્યા છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230520-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *