Gujarat

આજથી રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે બાલુડા ઘનશ્યામ મહારાજનો તૃતીય વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ત્રણ દિવસ ભવ્ય ઉત્સવ…

૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન,૧૦૫૪ મી ઘરસભા,લોકડાયરો,મેડીકલ કેમ્પ,સ્વામિનારાયણ ચરીત્ર કથા,સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત તારીખ-૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે….
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે બિરાજતા બાલુડા ઘનશ્યામ મહારાજનો તૃતિય પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવાશે.ગુરૂકુળના સ્થાપક પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી ની નિશ્રામાં   આજથી તારીખ-૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ભવ્ય મહોત્સવ ઉજવાશે.જેમાં ૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન,૧૦૫૪ મી ઘરસભા,લોકડાયરો,મેડીકલ કેમ્પ,સ્વામિનારાયણ ચરીત્ર કથા,સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત તારીખ-૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.૨૩ તારીખે પોથીયાત્રા,મહોત્સવ ઉદ્ઘાટન,મહીલા મંચ,નિત્યસ્વરૂદાસજી ની ૧૦૫૪ મી ઘરસભા રાત્રે ૮:૩૦ કલાકે,૨૪ તારીખે સર્વજ્ઞાતિના ૫૧ દિકરી-દિકરાના ભવ્ય સમૂહ લગ્ન,મેડીકલ કેમ્પ,સાંસ્કૃતિક કાર્યક્રમ,રાત્રે લોક ડાયરો,૨૪ તારીખે પાટોત્સવ,અન્નકુટ ઉત્સવ,શાકોત્સવ સહીત ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં ધામેધામ થી સંતો-મહંતો તેમજ અનેક રાજકીય આગેવાનો સહીત હજારો લોકો ત્રણ દિવસસીય મહોત્સવમાં લાભ લેવા ઉમટી પડશે…
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *