મકસુદ કારીગર,કઠલાલ
કેથોલિક ધર્મ સભામાં તપઋતુ ની શરૂઆત
નિમિત્તે કેથોલિક ચર્ચ કઠલાલ માં ભસ્મ બુધવાર નો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો. જેમાં પેરિસ ના શ્રધ્ધાળુ ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. પેરિસ ના સભા પુરોહિત ફા. અરૂલ દ્વારા સર્વ શ્રધ્ધાળુ ભાઈ બહેનોને કપાળે ભસ્મ લાગવી ‘ હે માનવી તુ માટી માંથી આવ્યો છે ને પાછો માટી માં ભળી જશે ‘ એ ઉપર સુદંર બોધ આપવામાં આવ્યો .
આજથી ખ્રિસ્તી શ્રધ્ધાળુઓની ૪૦ દીવસ ની આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે.


