આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ મુલાકાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા, તેમજ આપના રાધિકા રાઠવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે મીટીંગ યોજી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓના પ્રશ્ન ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે.


