10 કે.વી.નું જનરેટર, 120 લીટર ડીઝલ સહીત કુલ કિ. રૂ.1,01,488 હજારના મત્તા ઉઠાવી ગ્યા..
ઉના પંથકમાં તસ્કરોએ તળખળાટ મચાવી દીધો હોય તેમ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા હોય તેમ ત્રણ
દિવસ પહેલા ધોકડવા માતાજીના મંદિરની દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય ત્યાર
ઉનાના કેસરીયા ગામે આવેલ મોબાઇલ નેટર્વકના રીલાન્ય જીયો કંપનીના ટાવર નીચે રાખવામાં આવતું પાવર જનરેટર જ કોઇ
અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા.
આ અંગેની જાણ કંપનીના સુપરવાઇઝરે ઉના પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ચોરી કરનાર તસ્કરનો
શોધખોળ હાથ ધરેલ છે.કેસરીયા ગામે આવેલ રીલાયન્સ જીયો નેટવર્કના ટાવર માટે રાખવામાં આવતુ જનરેટર ફાઉન્ડેશન ઉપર ફીટ
કરેલ હતું. આ જનરેટર ૧૦ કેવીનું હોય અને આ જીયો ટાવરનું અચાનક નેટવર્ક બંધ થઇ જતાં તેની જાણ ટેકનીશ્યન જયસુખભાઇ
અરસીભાઇ પરમારને થતા તેમણે કંપીના જીલ્લા સુપરવાયઝર કેસરીયા ગામે જઈ સ્થળ તપાસ કરતા જનરેટર જોવા મળેલ નહી.
અને કોઇ અજાણ્યા શખ્સો ૧૦ કે.વી.નું જનરેટર સાથે તેમાં ૧૨૦ લીટર ડિઝલ પણ ભરેલ કિ.રૂ.કિ. રૂ.1,01,488 હજારના મત્તાની
ઉઠાવી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા આજુબાજુમાં તપાસ કરવા છતાં મળી આવેલ નહી. જેથી આ અંગે રાકેશભાઈ ઉકાભાઇ
ભેડા એ ઉના પોલીસમાં અજાણ્યા શખ્સો જનરેટરની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ નોધાવતા પોલીસે જનરેટરની ચોરી કરનારને
ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે….
