Gujarat

ઉનાના સૈ.રાજપરા થી ઓખા બંદર સુધી એસ.ટી બસ શરૂ કરવા માંગ…દરીયાઇ કાંઠાના સાતથી વધુ ગામના લોકો માછીમારી માટે

વેરાવળ, પોરબંદર, ઓખા બંદરો સુધી જાય છે.
ઊનાના સૈયદ રાજપરા ગામના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને માછીમારો માછીમારી કરવા માટે દૂર દૂર ઓખા બંદર
સુધી જતા હોય છે. આ તાલુકાના અનેક ગામના લોકો માછીમારી માટે જવા માટે પોતાના ગામમાંથી એસટી સુવિધા ન હોવાના
કારણે પરેશાની વેઠવી પડતી હોય છે. અને આવા માછીમારી કરતા મહીલાઓ પુરૂષોને ઉના એસ ટી ડેપોએ જવું પડતુ હોય જો
પોતાના ગામથીજ બસ સુવિધા મળી જાય તો વેરાવળ, પોરબંદર તેમજ ઓખા સુધી બસ સુવિધા મળી રહે તેથી આ બાબતે સૈયદ
રાજપરા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ કામળીયા સહીત માછીમારોની માંગણી ઉઠી રહી છે.
ઊના તાલુકાના સૈયદ રાજપરા, સીમર, ખડા, સેંજળીયા, ખાણ, માણેકપુર, ખજુદ્રા વગેરે ગામોના માછીમારો માછીમારી કરવા માથે
પોરબંદર,વેરાવળ ઓખા બંદર સુધી જાય છે અને આ માછીમારોને આવા મોટા બંદરોમા માછીમારી કરવા જવા માટે ઉના થી ઓખા
જતી બસમા જવુ પડે છે. અને આ માછીમારોએ અલગ અલગ ગામો માથી ઉના સુધી ખાનગી વાહનોમા અવર જવર કરવી પડે છે.
તેથી હાલ ઓખા જવા માટે ઉના થી જે બસ શરૂ છે તે બસ રૂટમાં ફેરફાર કરી આ બસને સૈયદ રાજપરા થી ઓખા સુધીની કરવામા
આવે તો બંદર તથા આસપાસના ઘણા ગામના લોકો માટે અનુકુળ બને તેમ છે તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સૈયદ રાજપરા
થી ઓખા બંદર સુધી રૂટની બસ શરૂ કરવામાં આવે તેવી માંગ ડી સી નિયામક જીએસઆરટીસી વિભાગ અમરેલીને લેખિત રજુઆત
કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *