ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર પૂરપાટ ઝડપે આવતો બુલેરો કાર ચાલકે બાઈકને ધડાકાભેર હેડફેટે લેતા બાઇક પર સવાર પિતા પુત્રને
પગના ભાગે ગંભીર ઈજા પહોંચતાં બન્નેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ઉના ગીરગઢડા રોડ પર આવેલ તપોવનના પાટિયા પાસે ઓવરબ્રિજની સાઈડમાં સર્વિસ રોડ પરથી મજૂરો ભરીને પૂર ઝડપે આવતો
બુલેરો કાર નં. જી જે 01 એચ ટી 323 ના ચાલકે ઉના ગીરગઢડા રોડ પર પિતા નરસીભાઇ ભીખાભાઇ સાંખટ તેમજ પુત્ર વિજય
નરસી સાંખટ બન્ને ઉના મામલતદાર કચેરી કામકાજ પૂર્ણ કરી પરત ખાપટ ગામે બાઇક પર જતાં હતાં ત્યારે કાર ચાલકને ધડાકાભેર
ભટકાવતા બાઈક પર સવાર પિતા-પુત્ર બન્ને અક્સ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. અને અક્સ્માત થતા રસ્તા પરથી પસાર થતા
વાહન ચાલકો એકત્ર થઈ ગયેલ અને ઈજાગ્રસ્ત બન્નેને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે
ખસેડવામાં આવ્યાં હતાં..
આ અક્સ્માતમાં નરેશભાઈને પગ, હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પુત્રને પગમાં સામન્ય ઇજા પહોંચી
છે.જોકે બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે કાર મુકી નાશી છૂટ્યો હતો. આ અકસ્માતની જાણ ઈજાગ્રસ્તના
પરિવારજનો તેમજ ખાપટ ગામના સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ બાંભણીયા સહીત આગેવાનો મિત્રો હોસ્પિટલે દોડી ગયા હતા. આ
અંગે પોલીસને જાણ કરતા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાં તજવિજ હાથ ધરેલ છે. જોકે ઉના તપોવન
પાટીયા પાસેથી બાયપાસ ઓવરબ્રિજ પસાર થતો હોય ત્યારે સાઈડમાં સર્વિસ રોડ પરથી વાહન ચાલકો બેફામ ચલાવતા હોય અને
રોડ પર કોઈજાતનું સ્પીડબ્રેક ન હોવાના કારણે અવાર નવાર અકસ્માતની ઘટના સર્જાય છે. ત્યારે આ બાયપાસ ઓવરબ્રિજ નીચે
સ્પીડ બ્રેક મુકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ છે…


