Gujarat

ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં શ્રીજી સેવા ટ્રસ્ટ એક્ટિવિટી ગૃપ દ્વારા સ્વેટરનું વિતરણ 

હાંસોટ : તા.૧૦ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઇ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

               આ પ્રસંગે દાતા એવાં શ્રીજી સેવા ટ્રસ્ટ એક્ટિવિટી ગૃપનાં સેવાર્થી સદસ્યો કલ્પેશ શાહ, ભરત શાહ, દિપક શાહ તથા મધુસુદન મહેતાનાં વરદ હસ્તે ધોરણ 1 થી 8 માં ભણતાં તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતાં.
               અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીજી સેવા ટ્રસ્ટ એક્ટિવિટી ગૃપ સરકારી પ્રાથમિક શાળાનાં ગરીબ જરૂરિયાતમંદ બાળકો માટે સદાય તત્પર રહી પોતાની સેવાકીય સુવાસ ફેલાવે છે. દાતા પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી સાથે આચાર્ય નગીનભાઈ પટેલ સહિત શાળાની ઉપશિક્ષિકા બહેનો યશુમતી પટેલ તથા ગીતા પટેલ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230210-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *