Gujarat

કીમ પ્રાથમિક શાળાનું ગૌરવ                

ગત ફેબ્રુઆરી માસમાં કેન્દ્ર સરકાર પ્રેરિત એન.એમ.એમ.એસ. (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા રાજ્યભરમાં લેવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વૈષ્ણવી વિજયકુમાર બાગુલે ઉત્તિર્ણ થઈ મેરીટમાં સ્થાન મેળવેલ છે. આ સાથે આ વિદ્યાર્થીની ધોરણ-૧૨ સુધી સરકાર તરફથી મળનાર શિષ્યવૃત્તિની હકદાર બનવા પામી છે.
               શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી આરતી દવેનાં માર્ગદર્શન હેઠળ તેણીએ મેળવેલ સિદ્ધિને શાળાનાં આચાર્ય દિનેશ પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર આકાશ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230406-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *