Gujarat

કોટન ખાંડી વાયદામાં 1,392 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 9,264 ખાંડીના સ્તરે

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.1નો
મામૂલી ઘટાડોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં
કોમોડિટી વાયદાઓમાં રૂ. 7910 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8077
કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 13 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,22,304 સોદાઓમાં કુલ રૂ.16,000.75 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7910.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8077.16
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,580 સોદાઓમાં કુલ રૂ.4,816.74 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.55,397ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,429 અને નીચામાં રૂ.55,290 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.94 ઘટી રૂ.55,338ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.101 ઘટી રૂ.44,242 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,459ના ભાવે પહોંચ્યો
હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,503ના ભાવે ખૂલી, રૂ.111 ઘટી રૂ.55,424ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,725ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.63,300 અને નીચામાં રૂ.62,550 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 238 ઘટી
રૂ.63,195 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 389 ઘટી રૂ.63,112 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.345 ઘટી રૂ.63,096 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,329 સોદાઓમાં રૂ.1,492.05 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.206.95 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.45 ઘટી
રૂ.266ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.95 ઘટી રૂ.754.55 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.1.85 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,397 સોદાઓમાં કુલ રૂ.1,585.04 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,382 અને
નીચામાં રૂ.6,290 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.1 ઘટી રૂ.6,341 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.40 વધી રૂ.217.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 197 સોદાઓમાં રૂ.16.57 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,360ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,540 અને નીચામાં

રૂ.63,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 ઘટી રૂ.63,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.1041.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,997.83 કરોડનાં
3,606.627 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,818.91 કરોડનાં 441.464 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.599.78 કરોડનાં 9,46,000 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.985 કરોડનાં 45162500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.8.82 કરોડનાં 1392 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.7.75 કરોડનાં 73.44 ટનના વેપાર થયા
હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,296.571 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 823.336 ટન, ક્રૂડ તેલમાં 720500 બેરલ અને નેચરલ ગેસમાં 40375000
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9264 ખાંડી, મેન્થા તેલમાં 401.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.13.19 કરોડનાં 176
લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,001ના સ્તરે ખૂલી, 42 પોઈન્ટ ઘટી 14,988ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,077.16 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.573.35 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.49 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,085.29 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,293.32
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 226.80 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.201 ખૂલી, ઊપરમાં રૂ.213.90 અને નીચામાં રૂ.173.30 રહી, અંતે રૂ.2.10 ઘટી રૂ.191.80 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી,
ઊપરમાં રૂ.18.20 અને નીચામાં રૂ.13 રહી, અંતે રૂ.3 વધી રૂ.16.85 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.316 ખૂલી, ઊપરમાં રૂ.327 અને નીચામાં રૂ.282 રહી, અંતે
રૂ.27.50 ઘટી રૂ.324 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.151 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.151 રહી, અંતે રૂ.40 ઘટી રૂ.393.50 થયો હતો. ચાંદી-મિની
એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,277 ખૂલી, ઊપરમાં રૂ.1,563
અને નીચામાં રૂ.1,277 રહી, અંતે રૂ.138 ઘટી રૂ.1,533 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.165 ખૂલી, ઊપરમાં રૂ.227.40 અને નીચામાં રૂ.165 રહી, અંતે રૂ.4.60 ઘટી રૂ.201.60 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.80
ખૂલી, ઊપરમાં રૂ.11.40 અને નીચામાં રૂ.9.55 રહી, અંતે રૂ.1.45 ઘટી રૂ.10.85 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.948.50 ખૂલી, ઊપરમાં રૂ.976.50 અને નીચામાં
રૂ.881.50 રહી, અંતે રૂ.68.50 વધી રૂ.941.50 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.436 અને નીચામાં રૂ.387 રહી, અંતે રૂ.53.50 વધી
રૂ.422 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.500 ખૂલી,
ઊપરમાં રૂ.649 અને નીચામાં રૂ.500 રહી, અંતે રૂ.63.50 વધી રૂ.529 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *