Gujarat

ગિરનાર પર પોલીસના  રીપીટર સ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગિરનાર પર પોલીસના કોમ્યુનિકેશન માટેના રીપીટર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

ગિરનાર પર અંબાજી ખાતે વર્ષોથી પોલીસનું વાયરલેસ સેવાઓ માટેનું રીપીટર સેન્ટર સ્થપાયેલું છે. અગાઉ નું સ્ટેશન જૂનું થઈ જતા પોલીસને સેવામાં સવલત મળી રહે તે માટે અધ્યતન રીપીટર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રીએ આજે ગિરનાર પર અંબાજી માતાના દર્શન કર્યા બાદ અહીંના લોકાર્પણ કરી વાયરલેસ સેવા સહિતની વિવિધ સેવાનું  નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

vireless-polce-udghatn-3.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *