Gujarat

ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવાની સાથે યોજનાકિય જાણકારી આપો  

જૂનાગઢના ઉમરાળા અને માળીયાહાટીના તાલુકાના વડાળા ગામમાં રાત્રીઓ જઈ હતી. જેમાં જિલ્લા તાલુકા વહીવટી તંત્ર ના અધિકારીઓ એ ગ્રામજનોના પ્રશ્નો રજૂઆતો સાંભળ્યા હતા. સાથે જ રજૂ થયેલા મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

     આ રાત્રીસભાઓમાં રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ થયેલ નવી પહેલરૂપ જેવી કે,પિંક કાર્ડ, ગ્રે કાર્ડ પ્રોજેક્ટ આશીર્વાદ સહિતની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવી, પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કર્યાં હતાં. ઉપરાંત ઉપરાંત પ્રજાકેન્દ્રિત વહીવટ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *