ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે
તા.૧૪/૦૫/૨૦૨૩
મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે કરીયાદ કરવા – ૭-FIR * ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અવયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી · FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય.જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ” -FIR ” થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ચલાલા પો.સ્ટે.ગુ.ર. ૧૧૧૯૩૦૬૩૨૩૦૧૧૫/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ નો ગુન્હે તા-૧૩/૦૫/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હોય જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા નાથબ પોલીસ અધીક્ષક શ્રી એ.બી.વોરા નાઓના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એલ.ગળચર ની સુચના મુજબ સદરહુ ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય. અને સર્વેલન્સ ટીમ દ્વારા કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) તથા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફુટેજ ની મદદ થી મો.સા. ચોરી કરી ગયેલ ઇસમ આજરોજ અમરેલી થી ચલાલા આવતો હોવાનું જણાઇ
આવતા ચલાલા પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી મલાલા અમરેલી રોડ ઉપર ગેઇટ પાસેથી આરોપ – મુકેશભાઇ ભુપતભાઇ સારોલા ઉ.વ.૩૧ ધંધો,ખેતી-મજુરી રહેલ ધારગણી તા-ધારી .જી.અમરેલી વાળા ને પકડી પાડી પોક્રેટકોપ એપ ની મદદ થી મજકુર ના કબ્જામાં રહેલ મોટર સાયકલ ના રજી નંબર સર્ચ કરતા ચલાલા પોસ્ટે ના ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા. જણા છે આવતા જે હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રૂ.૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ
ચોરીમાં મળી આવેલ મો.સા. આધારે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત-
(૧)એક કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. જેના આર.ટી.ઓ રજી.નં-GJ-05-BC-2566 કી.રૂ.૨૦,૦૦૦/-
પકડાયેલ આરોપીની વિગત-
(૧) મુકેશભાઇ ભુપતભાઇ સારોલા ઉ.વ.૩૦ ધંધો ખેતી મજુરી રહેાલ ધારગણી તા-ધારી જી.અમરેલી
આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ.શ્રી કે.એલ.ગળચર ની સુચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હૅડ,કોન્સ યુવરાજભાઇ વાળા તથા હેડ.કોન્સ દિક્ષીતભાઇ રામાણી તથા હેડ.કોન્સ રમેશભાઇ વાળા તથા પો.કોન્સ નજુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ સખોલીયા વી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


