બોડેલીમાં ઠેરઠેર પતંગ દોરાનુ વેચાણ કરતી દુકાનો સજાવેલી જોવા મળી રહી છે ત્યારે ત્યાં ચાઇનીઝ દોરી નુ વેચાણ થાય છે કે કેમ તેની બોડેલી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.
ઉતરાયણ પર્વ ને હવે પાંચેક દિવસ જ રહ્યા છે ત્યારે વડોદરા સહિત અન્ય શહેરો માં બાઈક ચાલકો નુ દોરી થી મૃત્યુ થયા અંગે ના ચિંતા જનક બનાવ બનતા સરકાર સફાળી જાગી છે. તેથી ચાઇનીઝ દોરી નુ વેચાણ કરનાર અને તેનો ઉપયોગ કરનાર સામે ગુનો નોંધવાનું નક્કી કર્યું હોવાથી હવે તેવા લોકો માટે કોઈપણ બાતમી આપી શકશે.
બોડેલી પોલીસે ગાડી લઈને દરેક વિસ્તાર માં લાઉડસ્પીકર દ્વારા તેની જાહેરાત કરી હતી અને દુકાનો માં ચેકીંગ હાથ ધર્યું હતું. ચાઇનીઝ દોરા કેટલા ધાતક નિવડે છે તે ની પણ બોડેલી પોલીસે જાણકારી આપી દુકાનો માં ચાઇનીઝ દોરા સહિત ની પ્રતિબંધિત વસ્તુઓનુ વેચાણ ન થાય તેની ચેતવણી આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


