ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તથા જીલ્લા બહારના તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૩૧/૨૦૧૪ ઇ.પી.કો કલમ. ૩૬૬, ૩૭૬, ૧૧૪ ગુનાના કામે પકડવાનો બાકી આરોપી આરોપી વિજયભાઇ ખાતરીયાભાઇ ધાણુક રહે. ઝરકલી તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો પલાસદા ગામે ત્રણ રસ્તા પાસે આવેલ છે. જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા પલાસદા ગામેથી બાતમી મુજબના વર્ણન વાળા આરોપી વિજયભાઇ ખાતરીયાભાઇ ધાણુક ઉ.વ.૨૭ રહે. ઝરકલી તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


