Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ જીલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રેકટર ચોરી કરનાર ઇસમને અમરોલી (સુરત શહેર) માંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે  વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓની સુચના આધારે  આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોનબોસ્કો સ્કુલ પાસે વાહન ચેંકીંગમાં હતા તે દરમ્યાન સુરખેડા ગામ તરફથી એક ઇસમ મો.સા ચાલક નંબર વગરની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને આવતા તેના ઉપર શંકા જતા મોટર સાયકલ ચાલકને ઉભો રહેવાનો ઇશારો કરતા સદરી મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ થોડે દૂર જઇ ઉભી રાખેલ અને સદરી ઇસમ પાસેથી ગાડીના કાગળો તથા ગાડીની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહીં જેથી મો.સા.ના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા મો.સા.સુરત શહેરની હોવાનું જણાય આવેલ જેથી મો.સા.ના માલિકનો સંપર્ક કરતા તેઓની મો.સા. ચોરી થયેલ હોવાનું જણાવેલ જે સંબંધે સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરેલાનું જણાય આવેલ હોય તેમજ આજથી આશરે ૨ વર્ષ પહેલા તેઓના સાગરીતો સાથે મળી ભરૂચ જીલ્લાના ભેંસલી ગામેથી હોલેન્ડ કંપનીનું ટ્રકટર ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230102-112625_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *