સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ સ્થાનિક આગેવાનોની સાથે બોઘરીયાણી રોડ ઉપર રામાપીરના મંદિર પાસે આવેલ સુખનેરા ડેમની મુલાકાત કરી અને આવનાર ચોમાસામાં ડેમમાં કેમ વધુ પાણીનો સંગ્રહ થઈ શકે? તેમના માટે શું આયોજન કરી શકાય? અને નાવલી નદીમાં પાણીનો પ્રવાહ કઈ રીતે વહી શકે? તે માટેની આગેવાનો સાથે ચર્ચા કરી હતી જેમાં જિલ્લા ભાજપના શરદભાઇ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરીયા, મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા નગરપાલિકા સદસ્ય કિશોર બુહા, ધર્મેન્દ્ર મહેતા, લાલાભાઇ ગોહિલ, મેહુલભાઇ ત્રિવેદી, પીયુષભાઇ પટેલ, માલધારી સેલના મયુરભાઇ રબારી, યુવા ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ, ગૌતમ સાવજ, સહિત ભાજપના કાર્યકરો સ્થળ ઉપર હાજર રહ્યાં હતાં


