જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા આગામી તા. 28 એપ્રિલના રોજ રોજગાર
ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. જિલ્લાના વિવિધ
ખાનગી ક્ષેત્રના એકમોમાં દિવ્યાંગો માટેની ખાલી જગ્યા ભરવાની હોવાથી ખાનગી ક્ષેત્રના માલિકો રોજગાર કચેરી, જામનગર
ખાતે નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ દિવ્યાંગો માટે અન્ય રોજગાર મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે.
ખાનગી ક્ષેત્રોના માલિકોએ પોતાના કાર્યક્ષેત્ર/ કંપનીમાં દિવ્યાંગો માટેની ખાલી પડેલી જગ્યાની વિગતો રોજગાર કચેરીના
ઈમેઈલ એડ્રેસ dee-jam@gujarat.gov.in પર મોકલી આપવાની રહેશે. આ અંગે, વધુ માહિતી કચેરીના સંપર્ક નં.
6357390390 અને 0288- 2564654 પરથી મેળવી શકાશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) કુ. સરોજ બી. સાંડપા,
જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
