ઇન્ચાર્જ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી એસ.બી. વોરા સાહેબ નાઓની સુચના મુજબ અમરેલી જિલ્લામાં વાહન અસ્માતોમાં ઘટાડો લાવવા સારૂ તથા ટ્રાફીક નિયમોનું સુયોગ્ય અમલવારી કરવા સારૂ ટ્રાફીક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરી કરમાટે અમરેલી જિલ્લામાં તા.૨૨/૦૨/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ થી કલાક ૧૮/૦૦ સુધી ટ્રાફીક ડ્રાઇવ નું અયોજન કરવામાં આવેલ હતુ ડ્રાઇવ દરમ્યાન વાહનો ઉપર અનઅધિકૃત્ત લખાણ તેમજ ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો તથા વાળી ગયેલ. તુટી ગયેલ નંબર પ્લેટ સાથે છેડછાડ કરેલ વાહનો તથા કેફી પીણુ પીધેલ હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કેફી પીણુ પીધેલ હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી. એક્ટ કલમ-૧૮૫ મુજબની તથા ર૦૭ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવેલ
ચેક કરવામાં આવેલ વાહનો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહુ ડ્રાઇવ દરમ્યાન અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ પર વાહનો ચેકીંગના કામગીરી હાથ ધરવામાં આવેલ ટ્રાફીક નિયમ ભંગ અંગે ના કેસો કરવામાં આવેલ અને સ્થળ દંડ ૪૦૫૦૦ / દંડ વસુલ કરવમાં આવેલ વાહનો ચેક કરવામાં આવેલ. અને એમ.વી. એકટ કલમ ૨૦૭ મુજબ ના ૯ વાહનો ડીટેઇન કરવામાં આવેલ અને અને અન્ય ટ્રાફીક નિયમ ભંગ અંગેની કોર્ટ એન.સી. ૩૮ વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. કેફી પીણુ પીધેલ હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ ઈસમોની વિગતઃ- અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહનો ચેકીંગ દરમ્યાન કેફીપીણુ પીધેલ હાલતમાં વાહન ચલાવતા કુલ ૨ ઈસમો
વિરૂધ્ધ એમ.વી. એક્ટ કલમ ૧૮૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી ઇન્ચાર્જ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી એસ.બી.વોરા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વાહન અકસ્માતોમાં ઘટાડો લાવવા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ ડ્રાઈવ દરમ્યાન વાહનો ઉપર અનઅધિકૃત લખાણ તેમજ ફેન્સી નંબર પ્લેટ . નબર પ્લેટ વગરના વાહનો તથા વાળી ગયેલ, તુટી ગયેલ નંબર પ્લેટ સાથે છેડછાડ કરેલ વાહનો હેલ્મેટ, સીટબેલ્ટ ભગની કામગીરી તથા કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
