Gujarat

લાઠી પો,સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૨/૦૧/૨૦૨૩ ના રોજ લાઠી તાલુકાના અકાળા અને જરખીયા ગામ વચ્ચે, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ટેપાસિંહ માસ્તર પટેલ, ઉ.વ.૧૮, રહે. અડતાળા, વાડી વિસ્તાર, તા.લાઠી, જિ.અમરેલી વાળાનો TENCO SPARK કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિં.રૂ.૮,૫૦૦/-નો અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ટેપ સિંહ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી લાઠી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૨૦/૨૦૨૩, ઇ.પી.કો. ક્લમ ૩૭૯ મુજબનો ગુનો રજી કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા -FIR દ્વારા દાખલ થયેલ અર્કીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામ -FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીરાને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૨૩/૦૨/૨૦૨૩ નાં રોજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાર્ટી, અકાળા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
કાજુભાઇ ઉર્ફે કાળુ સામતભાઇ ચારોલીયા, ઉ.વ.૩૫, રહે.લાઠી, અકાળા રોડ, તા.લાઠી, જિ.અમરેલી.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ- TENCY) SPARK. કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૮,૫૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઈ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230224-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *