ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી દ્વારા તા.૦૫-૦૪-૨૦૨૩ને બુધવારથી તા.૨૩-૦૪-૨૦૨૩
રવિવાર સુઘી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ તથા તા.૧૬એપ્રિલ અને તા.૨૩એપ્રિલના રોજ ખાસ ઝુંબેશના
દિવસો જાહેર કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી.એ.શાહની અધ્યક્ષતામાં
તા.૫ એપ્રિલના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન્ય રાજકીય
પક્ષોના ઉપસ્થિત પ્રતિનિધિઓને કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી તેમજ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર
આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.


