Gujarat

તા.૨૧/૦૪/૨૦૨૩ ના રોજ આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા કોરોના વોરીયર્સ શહિદ રામજીભાઈ ઉકાભાઈ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

તા.૨૧/૦૪/૨૦૨૩ ના રોજ આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા કોરોના વોરીયર્સ શહિદ રામજીભાઈ ઉકાભાઈ મહિડા ( મલ્ટી પર્પઝ  હેલ્થ સુપરવાઇઝર પ્રા.આ.કેન્દ્ર મોટા ઝીંઝુડા) બીજી વાર્ષિક પુણ્યતિથિએ તથાગત ગૌતમ બુદ્ધ અને બોધ્ધિ સત્વ બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની વિચારધારાથી “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલા (રાજરત્ન પુસ્તકાલય) દ્વારા વિરાંજલી, શ્રધ્ધાંજલી, પુષ્પાંજલિ, બુદ્ધ વંદનાનું આયોજન કરેલ. ડો.બાબાસાહેબ આંબેડકરના ત્રિસુત્ર ‘શિક્ષિત બનો’ ‘સંગઠિત બનો’ ‘સંઘર્ષ કરો’ સાર્થક કરતા સમાજમાં સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ જેમાં સાવરકુંડલા સમસ્ત મેઘવાળ વણકર સમાજ (હોલના બાંધકામ માટે), માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (નિ:શુલ્ક પુસ્તકો વિતરણ), આંબેડકર એજ્યુકેશન ફાઉન્ડેશન (સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ), શબદ ગ્રુપ – અમરત પિયાલા (સાહિત્ય પુસ્તકો), જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત રાજરત્ન પુસ્તકાલય, આ બધી સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને કોરોના વોરીયર્સ શહિદ રામજીભાઈ ઉકાભાઈ મહિડા હસ્તે.મહિડા પરીવાર દ્રારા સંસ્થાઓને અનુદાન આપેલ છે, સમાજના વિદ્યાર્થીઓને  શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરેલ છે  સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમા પ્રોત્સાહન અને ભવિષ્યમાં સારી રોજગારી મળે સમાજ પ્રગતિશીલ રહે તેવા ઉદ્દેશ્યથી આ બધી સંસ્થાઓની સાથે મળીને કાર્ય કરશું તો ભવિષ્યમાં સમાજમાં  વિદ્યાર્થીઓના સારા પરિણામો જોવા મળશે,આ શ્રધ્ધાંજલીમાં ઉપસ્થિત વડિલશ્રી, કેશુભાઈ વાઘેલા સાહેબ (પૂર્વ પ્રમુખ નગરપાલિકા, પ્રમુખ અનુ.જાતિ મોરચો ભાજપ, નોટરી એડવોકેટ), શામજીભાઈ ખીમસુરીયા (નિવૃત શિક્ષક) વરમોરાસાહેબ (નિવૃત્ત ASI ગુજરાત પોલીસ), સોમાભાઈ બગડા (નિવૃત્ત ATDO), માલાભાઈ, ભીખુભાઈ, ડાયાભાઈ તેમજ યુવા આગેવાન શ્રી, અરવિંદભાઈ મેવાડા (ઉપપ્રમુખ અનુ.જાતિ મોરચો ભાજપ, નોટરી એડવોકેટ), કેશવભાઈ બગડા (સદસ્યશ્રી,નગરપાલિકા સા.કું.), મુકેશભાઈ મહિડા (ન્યાય સમિતિ ચેરમેન તા.પં.સા.કુંડલા) તેમજ સંસ્થાઓના સભ્યશ્રીઓ તેમજ સ્થાનિક લોકોએ શ્રધ્ધાંજલીમાં હાજરી આપેલ હતી, તેમજ મનસુખભાઈ વાળા અને અમિતભાઈ ચાવડા(શબદ ગ્રુપ)તરફથી ડો.બાબાસાહેબ આંબેડકરજીના પુસ્તકો નિ:શુલ્ક વાંચન માટે આપેલ હતા, તેવું જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

IMG-20230422-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *