Gujarat

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોને આવકાર્યા

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ તમિલનાડુથી ટ્રેન મારફતે આવી રહેલા સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓને જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે સસ્નેહ આવકાર્યા હતા. સાથે જ તેઓ સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા આ સૌરાષ્ટ્રીયન તમિલ બંધાવો સાથે ટ્રેનમાં જવા રવાના થયા હતા.

આ વેળાએ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અગ્રણી શ્રી ભરતભાઈ શિંગાળા, ડેપ્યુટી કલેકટર ચાંદનીબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે સહિતના પદાધિકારી-અધિકારી અને અગ્રણી શ્રીઓએ માતૃ ભૂમિની યાત્રામાં આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *