Gujarat

ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે

નાણાં-ઉર્જા મંત્રી-ઉદ્યોગમંત્રીની પ્રેરક ઉપસ્થિતીઃ-
‘આર્ત્મનિભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આર્ત્મનિભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે સ્ર્ેં કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના પાંચ તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ પ૬ જેટલા સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૭૯,૩૭પ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.
એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી પ૪,૭૩૦ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે.

‘‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.ર૦મી માર્ચે એક જ દિવસમાં ર૦ સ્ર્ેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.
નાણાં-ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ ર૦ સ્ર્ેં દ્વારા રાજ્યમાં રૂ. ૧૧,૮ર૦ કરોડનું સૂચિત રોકાણ આવશે અને ૧૬,૧૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે.
આ બહુવિધ સ્ર્ેં અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, છઁૈં, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.
આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડી માં પોતાના ઉત્પાદન એકમો દ્વારા ર૦રપ સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે.
આ ‘‘આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ સ્ર્ેં કરેલા છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી સ્ર્ેં પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી.
આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનરશ્રી રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ્ટ–બી ના એમ.ડી. મમતા હિરપરા, વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *