જેમાં મહિલા વૃતિકા યોજનાને છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત કરવા નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, જિ છોટાઉદેપુરમાં બાગાયત અધિકારી (જિલ્લા કક્ષા) તરીકે ફરજ બજાવતા અભિજીત એન પંચભાઇ સાથે કાટકાવાંટ ગામના મનસુખભાઇ ભુરાભાઇ રાઠવા, ટ્રેનર તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા- વડોદરાની કેનિંગ કચેરીમાં બાગાયત મદદનીશ તરીકે ફરજ બજાવતા રસીલાબેન આર. રાઠ્યા ઉપસ્થિત હતા. કાટકાવાંટના ૬૦ અને નળવાંટ ગામના ૫ મહિલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રસેલાબેન આર.રાઠવાએ મહિલા લાભાર્થીઓને ટોમેટો કેચપ, લેમન સ્વોશ, પપૈયાની ટુટીટી, મી ફ્રૂટ જામ, આદુ- આમળાનો સ્વોશ અને કોપરાના છીણનો લાડું જેવી વાનગીઓ બનાવાની તાલીમ આપી હતી, જેનું પ્રમાણપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યું હતું જેથી કરીને ભવિષ્યમાં તેઓ પોતાના સ્વરોજગાર ઉભું કરી શકે. વ્રુતિકા કાર્યક્રમના અંતમા મહિલા લાભાર્થિઓ પૈકી સંગીતાબેન સુરેશભાઇ રાવા અને હંસાબેન કમલેશભાઇ રાઠવાએ પોતાનો અનુભાવ વ્યક્ત કર્યો અને તાલીમની જાણકારી આપી. અંતમાં મનસુખભાઇ ભુરાભાઇ રાઠવા અને અભિજીત, એન પંચભાઇએ ઉપરોક્ત યોજના વિષે અંતિમ પ્રવચન આપી પુર્ણાહુતી કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


