Gujarat

રાજકોટ શહેર જીલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે “કાંગારૂ મધર કેર પદ્ધતિ” અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો.*

*રાજકોટ શહેર જીલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે “કાંગારૂ મધર કેર પદ્ધતિ” અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો.*

*રાજકોટ શહેર તા.૨૨/૫/૨૦૨૩ ના રોજ રાજ્યમાં જન્મતા નવજાત શિશુઓની સંભાળ માટે કાંગારુ “મધર કેર પદ્ધતિ” ની જાણકારી આપતો તાલીમ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં યોજાયો હતો. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.એમ.રાઠોડ ના જણાવ્યા પ્રમાણે રાજકોટ જીલ્લામાં વિવિધ આરોગ્ય વિષયક પ્રચાર-પ્રસારની કામગીરી અંતર્ગત SBCC (સોશ્યલ બિહેવીયાર ચેન્જ કોમ્યુનિકેશન) ટીમ દ્વારા યોજાયેલા આ આરોગ્ય વિષયક આરોગ્ય વિષયક કાર્યક્રમમાં “Kangaroo Mother Care” (KMC) ની પદ્ધતિઓ અને તેના મહત્વ વિષે જાણકારી આપવામાં આવી હતી. જે અંતર્ગત જન્મ સમયે 2.5 કિલોગ્રામ કરતાં ઓછું વજન ધરાવતા અને અધૂરા મહીને બાળકનો જન્મેલા તમામ બાળકોના માતાને, “Kangaroo Mother Cure” (KMC) ની પદ્ધતિનો ઉપયોગ કરવા સમજાવવામાં આવે છે. જો માતા સ્વસ્થ હોય તો તે પોતે અને જો માતા અસ્વસ્થ હોય તો બાળકના પિતા કે વાલી, કોઈ પણ “કાંગારૂ મધર કેર” પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમાં બાળકને માતાના શરીરે છાતી પર બાળકને રાખી સુતરાઉ કપડા વડે બંનેને વીટાળવામાં આવે છે જેથી બાળકને હુફ મળે છે. આ સમયે માતા કે વાલીએ ગળામાં આભૂષણ પહેરેલું ન હોવું ન જોઈએ જેથી બાળકને કંઇ ઇજા ન થાય, કાગારું કૈર આપનાર માતા કે વાલી સ્વસ્થ હોવા જોઈએ, નખ કાપેલ હોવા જોઈએ. બાળકને છાતી પર રાખતી વખતે બાળક શ્વાસ લઈ શકે તે ધ્યાન રાખવું જોઈએ. કાંગારૂ મધર કેરનો ઉપયોગ કરવાથી માતાના ધાવણમાં વધારો થાય છે અને શરુઆતના છ મહીના સુધી માતાનું જ ધાવણ આપવું જોઈએ બહારથી કંઈ પણ ના આપવું. નિયમિત બાળકનું વજન કરવું જોઈએ બાળકનું વજન રોજનું ૨૫ થી ૩૦ ગ્રામ વજન વધવું જોઈએ મહીનામાં ઓછામાં ઓછું ૮૦૦ થી ૧૦૦૦ ગ્રામ વજન વધવું જોઈએ જો આમ ના થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર કે આરોગ્ય કાર્યકર્તાનો સંપર્ક કરવો જોઈએ.કાંગારૂ કેર વિષે તમામ સગર્ભા બહેનોને પહેલેથી જ માહિતગાર કરી જરૂરી સમજણ આપવામાં આવે છે.*

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20230522-WA0034-2.jpg IMG-20230522-WA0035-1.jpg IMG-20230522-WA0036-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *