Gujarat

  વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર ચાલતી વધુ એક ટ્રેનને આજથી મધ્યપ્રદેશના ના અલીરાજપુર સુધી લંબાવવામાં આવી છે, સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર ને જોડતી વડોદરાના પ્રતાપનગરથી હાલ 5 ટ્રેન અપ એન્ડ ડાઉન ચાલે છે,જે પૈકી બે ટ્રેનના રૂટ મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી ચાલી રહ્યા હતા,ત્યારે રેલવે વિભાગ દ્વારા આજથી વધુ એક
ટ્રેનને છોટાઉદેપુર થી અલીરાજપુર સુધી લંબાવવામાં આવી છે,એટલેકે હવે પ્રતાપનગરથી સીધા મધ્યપ્રદેશના અલીરાજપુર રૂટ ઉપર પ્રતિદિન 3 ટ્રેન અવર જવર કરશે,જેનો લાભ ગુજરાતના સરહદી વિસ્તાર સહિત મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના યાત્રીઓને મળશે.છોટાઉદેપુરથી અલીરાજપુર સુધી લંબાવવામાં આવેલ ટ્રેન ને છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતેથી સાંસદ ગીતાબેન રાઠવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું,આ ટ્રેન વડોદરા પ્રતાપનગરથી સવારે 9:05 કલાકે ઉપડશે જે છોટાઉદેપુર 11:30 કલાકે પહોંચશે અને 11:33 કલાકે અલીરાજપુર જવા ઉપડશે અને 12:45 કલાકે અલીરાજપુર પહોંચશે, અને 14:25 કલાકે અલીરાજપુરથી ઉપડશે જે 17:55 કલાકે વડોદરા પ્રતાપનગર પહોંચશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવા, મેહુલભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230607_114123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *