Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે હાઈસ્કૂલમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. 

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ શ્રી કે.કે હાઈસ્કૂલ સાવરકુંડલાના એન એસ એસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. “પર્યાવરણનું જતન આબાદ વતન”,” પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા” એ વિષય ઉપર નિબંધ સ્પર્ધા રાખવામાં આવી તથા ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી જેમાં આશરે ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ બાર જયદીપ દ્વિતીય રાઠોડ ચિંતન તથા તૃતીય જાદવ દિશાએ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ જાદવ દિશા દ્વિતીય મકવાણા અદિતિ તથા તૃતીય ક્રમે બાર જયદીપ અને શિયાળ મેહુલે નંબર પ્રાપ્ત કરેલ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી ભારતીબેન ચુડાસમા દ્વારા કરવામાં આવેલું .કે.કે. હાઈસ્કૂલના આચાર્યશ્રી જે ટી ખડદિયા સાહેબે તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા

IMG-20230607-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *