રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભવનાથ તળેટી વિસ્તારમાં પવિત્ર યાત્રાધામોના સફાઈ અભિયાનમાં પ્રતિકાત્મક રીતે સફાઈ હાથ ધરીને- લોકોને આપણા દેવસ્થાનોને કાયમી સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આપણા પવિત્ર યાત્રાધામો કાયમી માટે સ્વચ્છ રહે તે માટે રાજ્યભરમાં આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. લોકો યાત્રાધામ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમના માધ્યમથી સ્વચ્છતા માટે વિશેષ સજાગ બનશે. તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીશ્રીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે. આજે દરેક જિલ્લામાં યાત્રાધામ સ્થળોએ લોકોને આ કાર્યમાં પ્રેરિત કરવા માટે કાર્યક્રમ યોજાયા છે.અંતમાં તેમણે કહ્યું કે, ગુજરાતના પવિત્ર યાત્રાધામો કાયમી ધોરણે સ્વચ્છ રહે તેવી રાજ્ય સરકારની નેમ પણ સાર્થક થશે.
આ સફાઈ અભિયાનમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો તેમજ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, જિલ્લા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, નગરસેવક શ્રી એભાભાઇ કટારા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ સફાઈ અભિયાનના અંતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભવનાથ મહાદેવના દર્શન સાથે શાસ્ત્રોકત પૂજન કર્યું હતું.
આ સફાઈ ઝુંબેશમાં ગુરુ દત્તાત્રેયથી ગિરનાર પર્વતના પગથીયા, ભવનાથ અને સમગ્ર તળેટી સહિતના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં ૧૫૨ જેટલા સફાઈ કર્મી અને અને ૧૮ જેટલા સુપરવાઇઝર પર જોડાયા હતા.


