Gujarat

જામનગરથી બુઢા અમરનાથ યાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ 130 યાત્રીઓ રવાના

જામનગરથી બુઢા અમરનાથ યાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ 130 યાત્રીઓ રવાના

 

જામનગર :
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લમાંથી બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ ના જવાબદાર પદાધિકારી અને કાર્યકરો પરિવાર સાથે બાબા બુઢા અમરનાથ યાત્રા માટે રવાના થયા છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ 130 શ્રદ્ધાળુઓ જામનગરના ગાંધીનગર અને હાપા રેલવે સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમોમાં રવાના થયા છે.આ બાબા બુઢા અમરનાથની યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા,વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ માતૃશકિત ના સંયોજિકા હીનાબેન અગ્રાવત, સહસયોજિકા ટીકુબેન અજા, દુર્ગા વાહિની સહસંયોજીકા રીનાબેન નાનાણી શહીતના 130 જેટલા શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી કટરા ટ્રેન મારફત રવાના થયા છે. જેને પ્રસ્થાન કરાવવા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ, સ્વરૂપબા જાડેજા, સહસંયોજક જીલ બારાઈ, અમિતભાઈ સહિતના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને બાબા બુઢા અમરનાથની આ કઠિન યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટર કિંજલ કલસરિયા

IMG-20230816-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *