Gujarat

માતા પાસેથી છીનવાઈ ગયેલ 18 માસના બાળક ને ફરી માતા ને સોંપતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ ….

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રહેતા પતિ પત્ની છેલ્લા બે માસથી જુદા રહેતા હતા. બાળક 18 માસ નું હોવાથી માતા સાથે રહેતું હતું. માતા બહારના જિલ્લામાં નોકરી કરતા હતા અને પિતા પણ નોકરી કરતા હતા , પતિ પત્નિ બંને અલગ – અલગ જિલ્લામાં નોકરી કરતા હોવાથી બાળક ને સાચવવા તથા કાળજી રાખવા માટે આયા રાખેલ હોય પરંતુ પતિ પત્ની વચ્ચે અંદર અંદર નાના મોટા ઝગડા થતા હોવાથી પતિ પત્નિ એ અલગ થવાનું નિર્ણય લીધો અને બાળક 18 માસનું હોવાથી માતા સાથે રાખવું એવું નક્કી કરેલ હતું તેમ છતાં બાળકના પિતા બાળક ને માતાની ગેરહાજરી માં પિયરથી જબરદસ્તીથી તેની પાસે લઇ આવ્યા હતા આ વાતની જાણ માતા સાંજે થતા તુરંત પોતાના સાસરિયામાં પતિ પાસે બાળક લેવા ગયેલ હોય પરંતુ પિતાએ બાળક સોંપવાની સખત મનાઈ કરી દીધેલ હતી, બાળક 18 માસનું હોવાથી માતા વગર રહી શકે તેમ ના હોય . જેથી માતાએ 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માગેલ , મદદ માગતા ત્યાં 181 ટીમ પહોંચી , બાળક ના પિતાનું કાઉન્સિલર કરી સલાહ સૂચન માર્ગદર્શન આપી, તેને સમજાવી અને 18 માસ ના બાળક ને તેની માતાને સોંપવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230812-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *