આગામી વર્ષ-૨૦૨૪ માં લોકસભા સામાન્ય ચુંટણી આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા તંત્ર ઘ્વારા આગામી ચુંટણીમાં વઘુમાં વઘુ મતદાન થાય તે માટે અત્યારથી જ આયોજન કરવામાં આવી રહયુ છે. જેના ભાગરૂપે જીલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી, ઘ્વારા જીલ્લામાં કુલ-૫૬ કેમ્પસ એમ્બેસેડર્સની નિયુકિત કરવામાં આવેલ છે.
જે પૈકી૮૫-માણાવદર વિઘાનસભા મત વિસ્તારમાં-૦૯, ૮૬-જુનાગઢ વિઘાનસભા મત વિસ્તારમાં-૧૩,૮૭-વિસાવદર વિઘાનસભા મત વિસ્તારમાં-૧૨,૮૮-કેશોદ વિઘાનસભા મત વિસ્તારમાં-૧૨,૮૯-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારમાં-૧૦ કેમ્પસ એમ્બેસેડર્સની નિયુકિત કરવામાં આવેલ છે.
લોકશાહીને મજબુત બનાવવા અને કોઇ ૫ણ મતદાર મતદાનથી વંચીત ન રહે તેમજ યુવા મતદારો સક્રિય રીતે લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બને તે અર્થે આ કેમ્પસ એમ્બેસેડર્સની નિયુકિત કરવામાં આવેલ છે.
