Gujarat

તા. ૧૫ જુલાઈ સુધી કાયમી શિક્ષકો અને મુખ્ય શિક્ષકો અરજી કરી શકશે

જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાર્યરત કાયમી શિક્ષકો અને શાળાના મુખ્ય શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક ૨૦૨૩ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

માનવ સંસાધન વિભાગ નવી દિલ્હી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર  દ્વારા શિક્ષકો ,મુખ્ય શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક યોજના અમલમાં છે. જે અંતર્ગત માનવ સંસાધન વિકાસ મંત્રાલય શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા મુજબ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાર્યરત કાયમી શિક્ષકોને, શાળાના મુખ્ય શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક ૨૦૨૩ માટે ઓનલાઇન દરખાસ્ત કરી શકશે. દરખાસ્ત કરવા ઈચ્છતા શિક્ષક, મુખ્ય શિક્ષકોએ તા.૧૫ જુલાઈ   સુધીમાં MHRDની  વેબસાઈટ http//nationalawardstoteaschers.education.gov.in  ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે એમ જૂનાગઢ જિલ્લાશિક્ષણધિકારીની એક અખબારી યાદીમાં  જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *