જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં ૮મી બેચનાં ૯૨ એગ્રો ઈનપુટ ડીલરનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ થતા તેમની વિદાય અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ અને કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાએ જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભારતમાં આ કોર્ષ શરૂ કરવા તેમજ પૂર્ણ કરવામાં પ્રથમ રહેલ છે. આ કોર્ષ તાલીમાર્થીઓ માટે પ્રેરણારૂપ અને મહત્વનો પુરવાર થશે. ભારત પાસે વિશ્વની કુલ જમીનના ૨.૪% જમીન છે. જયારે વિશ્વની વ્યક્તિના ૧૮ ટકા વસ્તી ભારતમાં વસે છે. છતા આપણે અનાજની નિકાસ કરીએ છીયે, હવે ગ્લોબેનાઈઝેશન પરીસ્થિતિમાં ખેડૂતોના પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવા સંભવ છે. આ સમયે ખેડૂતોના પાકનુ ઉત્પાદન ન ઘટે માટે તમારી ભૂમિકા મહત્વની છે. ૫૦ ટકા ખેડૂતો આ તાલીમાર્થીઓને પૂછીને જ ખેતીકાર્ય કરે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્ય અને સોલાર એગ્રોટેકના ચેરમેન શ્રી ડો. ટી. એલ. ઢોલરીયા જણાવ્યું કે, આ તાલીમાર્થીઓ જ ખેડૂતોના સાચા સલાહકાર છે, કારણ કે તમારી પાસેથી જંતુનાશક, ફૂગનાશક અને ખાતરો ખેડૂતો લેતા હોય છે. તમારે ખેડૂતોને ભલામણ કરેલ દવાની સાચી માહિતી અને દવાનું પ્રમાણ કહેવું જોઈએ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી. જાદવએ જણાવ્યું કે, આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જમીન રસાયણ, જુદા-જુદા કાયદાઓ, ખેડૂત લક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવી છે. તદુપરાંત ખેતીને આધુનિક બનાવવા માટે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ થવું જોઈએ અને છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીથી વાકેફ કરવા આવ્યા છે.
ડૉ. એચ. એમ. ગાજીપરા, નિવૃત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ કહ્યું કે, તમે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવામાં મહત્વનો પુરવાર થશે. આ અભ્યાસક્રમ અહીં પૂરું થઇ જતો નથી પણ હવે તમારો યુનિવર્સિટી સાથેનો સબંધ બંધાણો છે. જેથી યુનિવર્સિટીના સંપર્કમાં રહેવું જોઈએ. તમારા માટે યુનિવર્સિટીના દ્વાર ખુલ્લા છે. તમારે યુનિવર્સિટીમાં સમયાનુસાર મુલાકાત લેવાથી યુનિવર્સિટીની ખેતીલક્ષી નવી ટેકનોલોજીથી વાકેફ પણ થઈ શકશો.
કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાએ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે ડીલરો તરફથી કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા અને અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમ્રગ કાર્યક્રમનું સંચાલાન વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડો. બી. એન. કલસરીયાએ કર્યું હતુ. આ પ્રસંગે ડો. જી. આર. ગોહિલ, શ્રી એન. આર. કાવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
