Gujarat

રાણપુરમાં બી.આર.સી.કક્ષાનો કલા-ઉત્સવ યોજાયો

તાલુકા કક્ષાની ગાયન, વાદન, કાવ્ય, ચિત્ર, વાર્તા કથન અને વાર્તા લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન રાણપુર બી.આર.સી.ભવન ખાતે થયુ…
        ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તેમજ  જે તે કળામાં વધુ માર્ગદર્શન મળી રહે એવા હેતુથી જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર અને  જિલ્લા શિક્ષણ સમિતી, બોટાદનાં માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા કક્ષાની ગાયન, વાદન, કાવ્ય, ચિત્ર, વાર્તા કથન અને વાર્તા લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન બી.આર.સી.ભવન રાણપુર પર થયેલ. ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ કુલ -૨૮ બાળ કલાકારોએ તાલુકા કક્ષાએ ભાગ લીધેલ. જેમાં ગાયનમાં બગડ પ્રા.શાળા, વાદનમાં જાળીલા પે-સેન્ટર શાળા, કાવ્યમાં ખસ કુમાર શાળા, ચિત્રમાં બરાનીયા પ્રા.શાળા, વાર્તા કથનમાં ગુંદા પ્રા.શાળા તેમજ વાર્તા લેખનમાં દેવગાણા પ્રા.શાળાનાં બાળ કલાકારો વિજેતા થયેલ. વિજેતા થયેલ પ્રથમ,દ્વીતીય અને તૃતીય, સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. જેઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ યોજાનાર કલા ઉત્સવમાં રાણપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા રાણપુર તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ અને રાણપુર શિક્ષક શરાફી મંડળીનાં પ્રમુખ મહોબતસિંહ ચાવડા, રાણપુર તાલુકા શૈક્ષિક સંઘનાં સંગઠન મંત્રી બાબુભાઇ જમોડ, રાણપુર તાલુકા શિક્ષક સંઘનાં મહામંત્રી હસમુખભાઇ પટેલ હાજર રહેલ તેમજ રાણપુર તાલુકા શિક્ષક સંઘ અને રાણપુર તાલુકા શૈક્ષિક સંઘ તરફથી તાલુકા કક્ષાએ કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરેલ.  ગાયનમાં રાણપુર તાલુકાનું ગૌરવ એવા બગડ પ્રા.શાળાનાં ડાંગી લસુબેનને સમગ્ર શિક્ષા ટીમ તરફથી પ્રોત્સાહિત કરેલ. રાણપુર તાલુકાનાં લાયઝન સંજયભાઇ તલસાણીયા અને લેકચરર મહેશભાઇ ચુડાસમાનાં માર્ગદર્શન તેમજ તમામ સ્પર્ધાનાં નિર્ણાયકો, તમામ સીઆરસી કો.ઓ. તમામ આઇ.ડી.સ્ટાફનાં સહકારથી તાલુકા કક્ષાનો કલા ઉત્સવ સફળ રહેલ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230819-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *