છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડભેરાઈ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ડભેરાઈ ગામ સહિત આજુબાજુના તમામ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, બોડેલી એપીએમસીના ચેરમેન વાલજી દાદા, જેતપુર પાવી એપીએમસીના ચેરમેન મયુરભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ સહિત ગુરુજનો તેમજ ડોક્ટર સ્ટાફગણ સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


