વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસનના 9 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત આજે બોડેલીના એ પી એમ સી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશાળ જન સભાનું કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત છોટાઉદેપુર,પાવીજેતપુર, સંખેડા,ડભોઈ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


