Gujarat

સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક સંપન્ન

૧૦ મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એશિયાટિક સિંહના સંરક્ષણ, સંવર્ધન માટે કાર્યરત વન્ય પ્રાણી વિભાગ સાસણ આ ઉજવણીનું શાળા કોલેજો અને જન સમુદાયને જોડીને આયોજન કરે છે.

આ આયોજનના ભાગરૂપે આગામી વિશ્વ સિંહ દિવસ સરસ રીતે ઉજવાય તે માટે એક બેઠકનું આયોજન મદદનીશ નાયબ વન સંરક્ષક શ્રી કપિલ ભાટીયાની વિશેષ ઉપસ્થિતમા સાસણ ખાતે યોજાયું હતુ. આ બેઠકમાં ગુજરાતના સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓના જિલ્લા સંયોજકશ્રીઓ વિશેષ ઉપસ્થિત હતાં.તેઓએ વિવિધ સૂચનો કરીને સિંહ દિવસની ઉજવણી સારી રીતે થાય તે માટે પોતાની વચનબદ્ધતા જાહેર કરી હતી.

        કાર્યક્રમ સંયોજક શ્રી કરસનભાઈ વાળાએ કહ્યું કે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓની ૮૦૦૦ કરતાં પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓના  દસ લાખ જેટલાં વિદ્યાર્થીઓ અને નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય છે. સિંહ સાથે નાતો જોડવાનો આ અવસર ઉત્સવ બને છે.આગામી ૧૦ મી ઓગસ્ટના રોજ આ ઉજવણીનું આયોજન સરસ રીતે કરવામાં આવશે.શ્રી રાઠોડ વિભાગીય વન અધિકારી શ્રી પણ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતુ.

       આ બેઠકમાં  રજનીકાંત ભટ્ટ, તખુભાઈ સાંડસુર, અજિતસિંહ ગોહિલ, રાકેશભાઈ ભાલિયા,પ્રભુ અઘેરા, વિક્રમ ગઢવી,દિનેશ ગોસ્વામી સહિતનાં અગ્રણીઓ બેઠકમાં ઉપસ્થિત હતાં.

sasan-bethak.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *