બનાસકાંઠા
બનાસકાંઠાના પાલનપુરમાં હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. માલાણા ગામે રખડતા આખલાની અડફેટે આવી જતા એક આધેડનું મોત નીપજ્યું છે. ૧૬ ઓગસ્ટે આધેડ રખડતા આખલાની અડફેટે આવ્યા હતા. જેથી આધેડના પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, તો સારવાર હેઠળ રહેલા આધેડનું આજે મોત નીપજ્યું. આધેડનું નામ નરેશ બારોટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ સવાલ છે કે તંત્ર રખડતા ઢોર સામેની કામગીરી કરવામાં નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે ૫ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને હજુ પણ તંત્ર નિંદ્રાધીન હોય તેવુ લાગી રહ્યુ છે.


